મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ; એક યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી શહેરમાં મારામારી નાં બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે ગત રાતે એક વેપારી યુવાનને ચાર સક્સો દ્વારા માર મારવામાં આવતા ફરીયાદ નોંધાવવા આવી.
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રાજ પાન દુકાન પાસે રોડ પર પડેલ ક્રેટા કાર યુવકની સ્વીફ્ટ કાર કાઢવામાં નડતી હોય જેથી હોર્ન મારતા ચાર શખ્સો આવેલ અને યુવક દ્વારા ગાડી સાઈડમાં લેવાનું કહેતાં ઉશ્કેરાયેલા ચારે શખ્સોએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતી વણસી રહી છે લુખ્ખા તત્વોનો આતંક દિવસ રાત વધી રહ્યો છે નજીવી બાબતે લોકોને ઢોર માર મારી લુખ્ખા તત્વો બજારમાં મનફાવે તેમ ફરી રહ્યા છે જાણે કે આ કોઈને પોલીસ અને કાયદાનો ડર રહ્યો જ નોય તેવી સ્થિતિ મોરબીમાં સર્જાય છે ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ ઈન્દ્રપ્રસ્થ સામે સરદાર સોસાયટી શીવ શક્તિ એપાર્ટમેન્ટ નં – ૨.૪૦૧મા રહેતા સચિનભાઈ ભુદરભાઈ બોપલીયા (ઉ.વ. ૩૨) એ આરોપી દિપભાઈ દેસાઈ રહે. કસ્તુરી એપાર્ટમેન્ટ એસ.પી. રોડ મોરબી, કિશનભાઇ રબારી રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ મોરબી, અભયભાઈ ભીખાભાઈ જારીયા રહે. રવાપર, મોરબી તથા જયભાઈ કુંભારવાડીયા રહે. ક્રિષ્ના સ્કુલ ધાવડી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે મોરબીના રવાપર ઘુનડા રોડ આવેલ રાજ પાન નામની દુકાન પાસે ફરીયાદી ઉભેલ હોય ત્યારે કાળા કલરની ક્રેટા કાર નં. GJ-36-AF- 5818 ફરીયાદીને નડતી હોય જેથી તે હટાવવા સારૂ ફરીયાદીએ પોતાની સ્વીફટ કાર નં. GJ-36-AC -2926 વાળીનુ હોર્ન મારતા ચારેય આરોપીઓ ફરીયાદી પાસે આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ચારેય શખ્સોએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે હાથે પગે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ શરીરે ઈજા પહોંચતા ફરીયાદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે ભોગ સચિનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૦,૩૩૬, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
