Wednesday, May 27, 2026

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારાની મિતાણા ચોકડીએથી વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી અવારનવાર દેશી તમંચા સાથે ઈસમો ઝડપાતા જોવા મળી રહ્ય છે ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ચોકડીએથી વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તા પરથી આરોપી વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા (ઉ.વ.૨૪) રહે. હાલ ઇબીજા વાંકાનેર હાઈવે ભાયાતી જાંબુડીયા ગામ પાસે તા. વાંકાનેરવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img