મોરબીમાં નેતા પાણીદાર અને જનતા બેહાલ !!!
જનતા જે પ્રકારે પાણીની હાડમારી ભોગવી રહી છે શું નેતાઓ પણ પાણીની હાડમારી ભોગવી રહ્યા છે?
ચક્રવત ન્યુઝ આજે મોરબીના નાગરિકો વતી મોરબીના નેતાઓને પ્રશ્ન પૂછી રહ્યું છે કે શું મોરબીના ધારાસભ્યોનાં ઘરે પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ?
આ પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કે મોરબી શહેરમાં મતની પેટી છલકાવતી જનતા પાણી માટે વલખા મારી રહી છે તો બીજી તરફ મોરબીના ચૂંટાયેલા ધારાસભ્યો મચ્છુ નદી માં રીપેરીંગ ચાલુ હોય તેના કારણે પાણી નથી આવતું તેઓ રદીઓ આપી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે ફક્ત ભોળી ભાળી જનતાને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે કે નેતાઓ ને પણ પાણીની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે.
કેમ કે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હોય કે ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હોય આ બંને ધારાસભ્યો મોરબી શહેરમાં રહે છે અને હાલ પાણીની કઈ પ્રકારની સમસ્યા છે તે આ બંને ધારાસભ્યો બહુ સારી રીતે જાણે છે ત્યારે પ્રજાવતિ ચક્રવાત ન્યુઝ આ નેતાઓને પ્રશ્ન પૂછી રહ્યો છે કે આપ પાણીની હાડમારી તેમના ઘરે પણ છે કે પછી નેતા પાણીદાર અને જનતા બેહાલ છે.
પરંતુ જો ખરેખર તેમના ઘરે પણ પાણીની હાડમારી હોય તો તે કોઈપણ ભોગે આ પાણીનો પ્રશ્ન સોલ્યુસન કરી જાણે પણ જો નેતાઓ પાણીદાર હોય અને ફક્ત જનતા પાણી વિરોણી હોય તો આ વાત કેટલી યોગ્ય કેમ કે એકને એક ગોળ અને એક ને એક ગોળની નીતિ પાણી વિતરણમાં પણ ચાલી રહી છે એ સાબિત થશે