Wednesday, May 27, 2026

માળીયાના બોડકી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયતની પાછળ જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં બારે માસ જુગારની મોસમ પુરબહારમાં ચાલે છે ત્યારે માળિયા (મી) તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયતની પાછળ સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો દિલિપભાઈ ધરમશીભાઈ દેશાઈ (ઉ.વ.૫૪), વશરામભાઈ છગનભાઇ ચડાસણીયા (ઉ.વ.૬૨), અશોકભાઈ અમરશીભાઈ સુવારીયા (ઉ.વ.૫૨), જયેશભાઇ કાળુભાઇ રાઠોડ (ઉ.વ.૩૩), લક્ષ્મણભાઈ વાઘજીભાઇ માકાસણા (ઉ.વ.૬૫), રહે. પાંચેય બોડકી ગામ તા. માળીયા (મી) તથા અબ્દુલભાઇ કાદરભાઈ સૈયદ (ઉ.વ.૫૩) રહે. આમરણ, દાવલશાવાશ તા. જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૮૩૫૦ તથા વોલ્વો કંપનીની એસ નેવુ ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએલ-૦૦૭૮ વાળી કિં રૂ. ૫૦,૦૦,૦૦૦ એમ કુલ કિં રૂ.૫૦,૨૮,૩૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img