મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પાયલબેન પિન્ટુભાઇ વસુનિયા ઉ.વ.૨૨ રહે. ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટન્ડ પાછળ સુરેશભાઈના મકાનમા તા. જી. મોરબી વાળી પોતાના ભાડાના મકાનમા કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા પાયલબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
