મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલના કેદીઓએ પણ જેલમાં ઈદ નિમિતે નમાઝ પડી અને ઈદની ઉજવણી કરી હતી.
મોરબી સબ જેલમાં મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇશાકભાઈ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી અને મુસ્લિમ બંદીવાનો જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બને, સમાજમાં જઈને ફરી ગુનાને અંજામ નો આપે તેવું મૌલાના ઇશાકભાઈ દ્વારા ધાર્મિક પ્રવર્ચન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી એમ ગોહેલ, તથા જેલર એ.આર. હાલપરાનાઓ અને જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...