મોરબી: માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પીટલના સયુંકત ઉપક્રમે માળિયા (મી) તાલુકાના હરીપર ગામ ખાતે તા. 23-06-2024 ને રવીવારના રોજ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવલ છે.
માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલના સયુંકત ઉપક્રમે માળિયા (મી) તાલુકાના હરીપર ગામે તા. 23-06-2024 ને રવિવારના રોજ સવારે 10:00 થી 1:00 કલાકે સર્વરોગ નિદાન ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા અનુરોધ છે. આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ 8 રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા વિતરણ કરવામાં આવશે.
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો...