મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા – જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્ય માં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા.