મોરબી: મોરબીના સામા કાંઠે નટરાજ ફાટક આગળ દરબાર બોર્ડીંગ સામે ટ્રેનની હડફેટે આવી આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ છેદીભાઈ હરીવંશરાય પટેલ ઉ.વ.૪૬ રહે. હાલ.સોમલી તા.હાટા જી. કુશીનગર વાળા ચાલીને જતા હોય તે દરમ્યાન ટ્રેન સાથે હડફેડે આવતા માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
