મોરબી: મોરબીના ટીંબડી ગામના પાટીયાથી પીપળી જતા રોડ ઉપર શિવમ બ્લેકરો કારખાનાના રોડ પરથી પડી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વેરસીંગ ધનાજયા કનોજે ઉ.વ.૫૨ વાળા શિવમ બ્લેકરો કારખાનાના રોડ ઉપરથી અકસ્માતે પડી જતા વેરસીંગનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
