દારૂના ગુનામા નાસતા ફરતા ત્રણ ઈસમોને મોરબી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયા
મોરબી: મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના સાત ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી કલમ-૬૫-એ-ઇ.૧૧૬-બી,૮૧,૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ આણંદ જિલ્લાના ખંભાત ખાતે હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ. ૪૨ રહે.મોરબીર શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ વાણીયા સોસા. જી.મોરબી મુળ રહે. ચાપરીયા તા.જાંબવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા ઉ.વ. ૨૯ રહે. હાલ ઘુટુ રોડ હરીઓમ પાર્ક સોસાયટી તા.જી. મોરબી મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાઓ મળી આવતા તેમજ આરોપી જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયા રહે. મોરબી વજેપર શેરી નં-૧૪ વાળો હાલે મોરબી વજેપરમાં તેના રહેણાંક મકાને હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવતા ત્રણેય આરોપીઓને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુનામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
