મોરબીના ખાટકીવાસ નજીક તીક્ષણ હથિયારના ઘા ઝીંકી એક વ્યક્તિની હત્યા
મોરબી: મોરબીના ખાટકીવાસ નજીક મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે એક વ્યક્તિની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે મોરબીના ખાટકીવાસ નજીક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જુની અદાવતમાં અજાણ્યા શખ્સોએ તોફીક ઉર્ફે ભઈલો નામના વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ડેડબોડી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી છે.