મોરબી: મોરબીના રામકો વિલેઝ ઘુંટુ ગામે એસીડ પી જતા મહિલાનું મોત.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રામકો વિલેઝ ઘુંટુ ગામે રહેતા સોનલબેન વાલજીભાઈ ફાંગલીયા ઉ.વ.૧૮ વાળીએ કોઈ કારણસર પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ચાલુ સારવાર દરમ્યાન સોનલબેન નામની યુવતીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
