મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેવી કે ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને અનાજ કીટ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે.
જેમાં એક દિવ્યાંગ રાઠોડ સુજલ રામભાઈને દાતા હસુભાઈ બી પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને પ્રમુખ તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેનને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી.
મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉ.વ.૪૫ વાળો સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ...
મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર...