મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ ફાઉન્ડેશનથી જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.
ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમની બ્લડ બેંકમા A+ અને B+ બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 20 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેથી દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે જે માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જગ્યાઓ ભરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટી મંત્રી આશરે દશેક (૧૦) જગ્યા...