મોરબીમાં વસતા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને તેમની કલાને પ્રોત્સાહન મળે તે માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યા મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાઈ હતી. જેમાં 6 વર્ષથી લઈને વયોવૃધ્ધ વડિલોએ પણ પોતાના ગીત પ્રસ્તુત કર્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો પ્રેયષભાઈ પંડ્યા, ડો આશિષભાઈ ત્રિવેદી, જગદીશભાઈ દવે તથા ડો લહેરું સાહેબ, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિમેષભાઈ અંતાણી, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ જયદીપભાઈ મહેતા તથા તેની સમગ્ર ટીમ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્મસમાજ દ્વારા આ નૂતન આયોજનમાં રેવાંશ રાવલ, મીરાં દવે, પ્રાપ્તિ જોશી, અનેરી ત્રિવેદી,જય પંડ્યા, હર્ષ પંડ્યા, નિશાંતભાઈ રાવલ, હાર્દિકભાઈ વ્યાસ, કેતનભાઈ જોશી, ફાલ્ગુનીબેન જોશી, શક્તિબેન ત્રિવેદી, નીતાબેન જોશી, પાયલબેન ભટ્ટ, આરતીબેન રાવલ દ્વારા ફિલ્મી, નોન- ફિલ્મી ગીતો ની જમાવટ થઈ હતી. મ.રફી, મુકેશજી, કિશોરકુમાર,આશા ભોંસલે કે લતા મંગેશકરજીના અને અન્ય ગાયકોના ગીત, ગઝલોને કે ભક્તિગીતને સૌએ ગાયા અને શ્રોતાજનોએ મન ભરી ને માણ્યા. તો વળી વેદાંગ રાવલે ફિલ્મી ગીત પર વાંસળી વાદન કરી સૌને મોહિત કર્યા. આમંત્રિત અતિથિ વિશેષ માં પધારેલ મહેમાનો એ પણ આ કાર્યક્રમમાં ગીતો ગાઇ અને આનંદ માણ્યો તો સાથે સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પણ સુંદર ગીત ની પ્રસ્તુતિ થઈ. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંકલન, સંચાલન વિસ્મય ત્રિવેદી અને નીરવભાઈ રાવલ દ્વારા ગીતની પ્રસ્તુતિ સાથે કરવામાં આવ્યું હતું. સમાજના હાજર સભ્યો દ્વારા ભવિષ્યમાં ફરી આવા કાર્યક્રમ થાય અને ભેગા મળીને આનંદ માણે એવી ઈચ્છા પ્રમુખ પાસે વ્યક્ત કરી સૌ વિદાયમાન થયા હતાં.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે -...
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...