વાંકાનેર: વાંકાનેર બાઉન્ટ્રી નજીક આઇસર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ- ૬૨૫ તથા બિયરટીન નંગ-૪૮ કિ.રૂ.૨,૭૨,૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક આઇસર ગાડી નંબર- GJ-23-AT-3603 વાળી રાજકોટ તરફ જનાર છે. જે આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. જે આઇસર ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી પોલીસ ચોકી પાસે હાઇવે રોડ ઉપર બાતમીવાળા આઇસર ગાડીની વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ ઉ.વ. ૪૨ રહે. કાનોડા તા.જી.બાડમેર રાજસ્થાન વાળાને ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૬૨૫ તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૨,૭૨,૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપીની પુછપરછ કરતા અન્ય બે ઇસમો માલ મોકલનાર- દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે તથા માલ મંગાવનાર- રાજસીંગ રહે. રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...
મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે.
ત્યારે મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને" DHYANSH LAMINETS "(બહાદુરગઢ)...