રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતજી સહિત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૫-૮-૨૦૨૪ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ ના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી રહી છે તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી જેમાં મોરબી રામધન આશ્રમ નાં મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી સહીત ના સંતો-મહંતો ની ઉપસ્થિતી માં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...