Thursday, May 15, 2025

હળવદના વેગડવાવ ગામે પિતા – પુત્ર પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના વેગડવાવ ગામે અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી પિતા પુત્ર પર ચાર શખ્સોએ ધોકા અને ધાર્યા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા (ઉ.વ.૫૫) એ તેમના જ ગામના વિષ્ણુભાઈ કેશાભાઈ પીપરીયા, જીવણભાઈ ભુદરભાઈ પીપરીયા, બાજુભાઈ કેશાભાઈ પીપરીયા તથા નીકુલભાઈ અભાભાઈ પીપરીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ગામની ઘંટીએ દરણુ દરાવવા જતા હોય ત્યારે આરોપી વિષ્ણુભાઈ ફરીયાદી પાસે આવી કહેલ કે,તમે આજથી એક મહીના પહેલા અમારી સાથે કેમ ઝઘડો કરેલ તેમ કહી ગાળો દઈ ત્યા પડેલ પથ્થર લઈ પત્થરનો છુટો ઘા મારતા ફરીયાદીના મોઢામા જમણી બાજુ વાગતા ફરીયાદી પાસે આવી ઝપાઝપી કરવા લાગેલ અને ત્યારે આરોપી જીવણભાઈ આવી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતા ફરીયાદી તથા તેનો દિકરો વિક્રમ બંને હળવદ સારવાર લેવા તથા પોલીસને જાણ કરવા આવતા હોય ત્યારે ગામના નદીના પુલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસે રોડ ઉપર પહોંચતા ચારે આરોપીઓ મોટરસાયકલ લઇ આવી ફરીયાદીનુ મોટરસાયકલ ઉભુ રખાવી આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે મારમારી તથા સાહેદ વિક્રમને માથામાં ધાર્યા ના ઘા મારી ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર