મોરબી: મોરબીના જોધપર ડેમમાં ન્હાવા પાણીમાં પડેલ આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર ગામે પાકા બંધવાળા મેલડી માતાજીના મંદિર પાસે આવેલ જોધપર ડેમમાં ન્હાવા ગયેલ રમેશ પરસોતમ ધોળકિયા (ઉ.વ.૪૫) રહે. મકનસર તા. મોરબીવાળો પાણીમાં ડૂબી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા જોધપર ડેમમાં પાણીમાં ડૂબી ગયેલ રમેશ નામના આધેડનો આઠ કલાકની ભારે જેહમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.








