મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.
આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા થઈ જાવ તૈયાર.
મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ...
માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ - પીપળીયા ચાર રસ્તા નજીક વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ નાં મુદામાલ સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક...