શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ઓપરેશન સુવિધા સાથેનો નેત્રમણી કેમ્પ સ્વર્ગસ્થ દામજીભાઈ અવચર ભાઈ હડિયલના સ્મરણાર્થે મોરબી ખાતે આગામી તારીખ ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ ફ્રી નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આયોજન સેવામૂર્તિ શ્રી જમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક તેમજ શ્રી એલ ડી હડિયલ સાહેબ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા કરવામાં આવેલ છે. નેત્રમણી કેમ્પ હવેથી મોરબી ખાતે દર માસની 19 તારીખે યોજાશે. આગામી 19 તારીખે આ પ્રથમ કેમ્પ છે સવારે 9:30 થી 12:30 સુધી શ્રી ક્રિષ્ના હોલ, વાવડી પંચાસર ચોકડી વચ્ચે, મોરબી અતુલ રીક્ષા પાસે, કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે યોજાશે જેમાં નામ લખવા માટે શ્રી જમનાદાસજી ૯૮૨૪૮૧૯૬૦૧, શ્રી એલ.ડી. હડીયલ ૯૮૨૫૬૪૯૮૫૧, શ્રી હરેશભાઈ હિરાણી -૯૮૨૫૭૫૦૨૩૪, ૯૪૨૮૪૬૫૮૮૨ પર સંપર્ક કરવો,
આ કેમ્પમાં આખના થયેલ નિદાન માંથી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ની બસમાં લઈ જઈ અત્યાઆધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સરામાં સારા ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિના મૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળ પર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. તદુપરાંત દર્દી માટે કેમ્પમાં રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી નાસ્તો, ચશ્મા, દવા ટીપા વગેરે મફત આપવામાં આવશે. જેથી આયોજક દ્વારા જાહેર વિનંતી કરવામાં આવેલ છે કે મોટી સંખ્યામાં આ કેમ્પનો જરૂરિયાત મંદોએ લાભ લેવો.
૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસે ફાઉન્ટન હોટલ પાસે લુટનો બનાવ બનેલ છે તેવી માહિતી જન રક્ષક ૧૧૨ ને મળતા કોલરને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવતા...
મોરબી,ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને...
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....