સાથે ગગુળીયાની ટીમ લોકોને પેટ પકડાવી હસાવશે
મોરબી : મોરબીના રાજપર ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે આગામી તારીખ 5-10-2024 ના રોજ રાત્રે 9:30 કલાકે મહાન ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ સાથે કોમિક દીકરા દયારામ ભજવાશે. તેમજ ગગુડીયાની ટીમ લોકોને પેટ પકડાવી હસાવશે અને જમાવટ કરાવશે.
આ ધર્મ કાર્યમાં સર્વે દિલેર દાતાઓને સહભાગી થવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ દરમિયાન પાર્કિંગ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર રહેશે.
