રાજસ્થાનમાં ચોરીના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

મોરબી: રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી /વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વાકાનેર રોડ મકનસર ગામ પાસે ઉભેલ હોય તેવી ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા ચોરી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબી વાકાનેર રોડ મકનસર ગામ પાસે વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતેલાવી ચોરી / વિશ્વાસઘાત ગુનામાં હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે. ને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img