ઉતરપ્રદેશથી મજુરી માટે આવેલ યુવાને ખર્ચા માટે પૈસાની માંગણી કરતાં મોત મળ્યું, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક નામના સિરામિક કારખાનામાં ગતરાત્રિના બે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં ખર્ચા માટે પૈસાની માંગણી કરતા યુવાનને માથામાં પાવડાના હાથા વડે અસંખ્ય ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થતા આ મામલે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બનાવની પ્રાગ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા મુળ ઉતરપ્રદેશના વતની સંદીપ રાજેશભાઈ જોશી નામના યુવાને તેની સાથે મજુરીકામ માટે આવેલ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી (રહે. બાલાબેહટ, તા. પાલી, ઉતરપ્રદેશ) પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરેલ હોય, જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં ગતરાત્રીના લેબર કોલોનીના પહેલા માળે આરોપી રાનુએ પાવડાના હાથા વડે સંદીપને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી દેતા લોહીના ખાબોચિયાં ભરાઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંદીપનું મોત થયું હતું, જે બાદ આરોપી ભાગી ગયો હોય, જેથી આ મામલે મૃતક યુવાનના કૌટુંબિક ભાઇ રાહુલભાઈ જોષીની ફરિયાદ પરથી પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૧), ૧૦૩(૧) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...