મોરબીના થોરાળા ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ તથા થોરાળા સમસ્ત ગામ દ્વારા તા.૦૩-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રી ૧૦:૩૦ કલાકે થોરાળા ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક જરાસંઘનો વધ તથા સાથે રમુઝથી ભરપુર કોમીક દિ ઉઠાડ્યો દામલે કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ મહાન ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને થોરાળા સમસ્ત ગામ તથા રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ થોરાળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...