મોરબી તાલુકાના ફડસર ગામે કોઈ કારણસર એસિડ પી લેતાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા જયાબેન નાનજીભાઈ ચાવડા ઉ.વ.૭૦વાળાએ પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી લેતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
