રંગપડીયા પરિવારનાં વડીલોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી હવનની શરૂઆત કરવાવમાં આવી હતી.
મોરબીના રાજપર ગામ ખાતે આવેલ રંગપડીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિર નું હાલમાંજ ખૂબ સરસ રીનોવેશન કરવામાં આવ્યું છે જેથી રાજપર ગામના સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા 11 કુંડી નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન રાજપર ખાતે આવેલ પટેલ સમાજવાડી ખાતે સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માતાજીની આસ્થાભેર ધાર્મિક વિધિ અને અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર રંગપડીયા પરિવારના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...