Friday, July 18, 2025

LIC મોરબી શાખાના એજન્ટમિત્રો માટે સ્નેહમિલન અને મેગા મીટિંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હોટલ જ્વેલ’ડી સ્યુટ ખાતે મોરબીના બ્રાન્ચ મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓનું માર્ગદર્શન 

મોરબીમાં ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ LIC ઓફ ઇન્ડિયા, મોરબી શાખાના એજન્ટમિત્રો માટે હોટલ જ્વેલ’ડી સ્યુટ શનાળા રોડ ખાતે સ્નેહમિલન અને મેગા મીટિંગ યોજાઈ હતી. રાજકોટ ડિવિઝનના તલાટીયા સાહેબ અને મોરબી બ્રાન્ચ મેનેજર શુભમ સિંગલા સાહેબે માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી શહેરમાં LIC ઓફ ઇન્ડિયાની મોરબી શાખાના તમામ એજન્ટમિત્રો માટે એક સ્નેહમિલન અને મેગા મીટિંગનું આયોજન હોટલ જ્વેલ’ડી સ્યુટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે રાજકોટ ડિવિઝન ઓફિસના તલાટીયા  અને મોરબીના બ્રાન્ચ મેનેજર શુભમ સિંગલા હાજર રહ્યા હતા, જેઓએ એજન્ટમિત્રોને કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મોરબી બ્રાન્ચના ABM મહેતા અને સર્વે વિકાસ અધિકારીઓએ મિટિંગના સફળ આયોજન માટે પથિક પ્રયાસો કર્યા હતા. ખાસ કરીને વિકાસ અધિકારી મયુરભાઈ રાખસીયાએ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી. આ મીટિંગમાં એજન્ટમિત્રોને નવી યોજનાઓ અને વ્યાવસાયિક પદ્ધતિઓ વિષે માહિતી આપવામાં આવી હતી. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સાથે રાત્રી ભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર