બગથાળા ગમે હજારો પાટીદારોએ લીધા સપથ” વ્યાજખોરો સામે લડીશું આરપારની લડાઈ “
ગુરુવારનાં રોજ હજારો પાટીદારો હથીયારના લાઈસન્સ મેળવવા માટે સવારે કલેકટર કચેરીએ કરશે અરજીઓ
મોરબી: મોરબી શહેરમાં વધતા જતા વ્યાજખોરોના ત્રાસ સામે મોરબી પોલીસ વામળી સાબિત થઈ રહી છે ત્યારે પાટીદાર સમાજના અમુક યુવાનો દ્વારા પાટીદાર યુવા સંઘ બનાવી વ્યાજખોરો સામે લડવાનું મન બનાવી લીધું છે અને વ્યાજના વિષચક્કરમાં ફસાયેલાં લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે સંઘ તેના ટેકમાં છેલ્લે સુધી ઉભો રહેશે અને ભોગ બનનારને ન્યાય અપાવશે.
બગથાળા ખાતે એક પાટીદાર સમાજની મિટિંગ માળી હતી અને સમાજના યુવાનોને ઉંધાયની જેમ કોરી ખાતા વ્યાજખોરોથી કેવી રીતે બચવા તેના માટે આગેવાનોએ ચર્ચા કરી હતી અને તરવારીયા યુવાનોનું એક સંગઠન બનાવામાં આવ્યું હતું. જે વ્યાજખોરોના ભોગ બનેલા લોકોની મદદ કરશે અને જરૂર પાડે કોઈ પણ પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહેશે.
છેલ્લા છ મહિનાની અંદર વ્યાજખોરોના ચક્કરમાં આવી યુવાનોએ આત્મહત્યા કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. તો અનેક કુટુંબો આ વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમલ થઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં એક બે વ્યાજખોરો નહી પણ અમુક લોકો દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ ચલાવી પાટીદાર યુવાનોને ટાર્ગેટ બનાવી મસમોટા રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. તેમજ મોટરસાયકલ કે ગાડી ઓ ભટકાવી ખોટા કેસો કરી આયોજન બધ રીતે પટેલ સમાજનાં લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે આવા વ્યાજખોરો અને લુખ્ખાગીરી કરતાં આવારા તત્વો સામે નિડરતા થી લડી લેવાના માટે પાટીદાર યુવાનો દ્વારા મોરબી જિલ્લામાં એક “શ્રી પાટીદાર યુવા સંઘ ” નામનું સંગઠનની રચના કરવામાં આવી છે તેવું મનોજભાઈ પનારાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
પ્રથમ મીટીંગ બગથડા ગામે પટેલ સમાજ વાડી ખાતે રાખેલ હોય જેમા ૧૨ વર્ષે થી લઈને ૮૦ વર્ષનાં વડીલો સહિત હાજારો પાટીદાર યુવાનો ઉમટી પડ્યા હતા.
