મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય કે બીમાર પડે છે તેવા સમયે સંસ્થા દ્વારા તે બીમાર કે ઘાયલ પશુ કે પક્ષીની તાત્કાલિક સારવાર તથા જરૂર જણાયે સારવાર કેન્દ્ર ખાતે ઇન્ડોર રાખી અતિ આધુનિક પદ્ધતિ દ્વારા સારવાર અને સેવા કરવામાં આવે છે આ સંસ્થા આગામી 22 તારીખે મોરબી અને આસપાસના વિસ્તારમાં ક્યાંય નથી તેવું અબોલ જીવો માટે અતિઆધુનિક સુવિધાઓથી સુસજ્જ દવાખાના નો શુભારંભ કરવા જઈ રહ્યું છે.
જેમાં અબોલ જીવો ને જરૂરી બ્લડ રીપોર્ટસ – Xray સહિત ઓપરેશન થિયેટર ની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર કે જેના સંચાલક મોટાભાગ ના યુવાનો જ છે જેઓ મોજ શોખ કરવાની ઉંમર માં આ ઉમદા ભગીરથ કાર્ય સાથે જોડાયેલ છે ત્યારે આ યુવાનો એ ભવિષ્ય માં આદર્શ નંદી ઘર ના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે જેમાં રસ્તા પર વિચરી રહ્યા છે તેવા નંદી મહારાજ માટે અદભુત સુવિધા સંપન્ન નંદી ઘર બનાવવા નો સંકલ્પ કર્યો છે તે નિમિતે આગામી 21 તારીખે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના ખ્યાતનામ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ( ગીર ) તથા ભજનિક મિલન પટેલ સાથે અન્ય કલાકારો વેગડ સાઉન્ડ ના સથવારે ભજન અને સંતવાણી ની રમજટ બોલાવશે ત્યારે આ ભવ્યાતિભવ્ય ડાયરા ના આયોજન અંગે આજરોજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે એક અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 200 થી વધુ સ્વયંસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી અને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા ત્યારે આ યુવાનો અતિ ઉમદા કાર્ય એ પણ નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે ત્યારે મોરબી તથા મોરબી જિલ્લા વાસીઓને આ કાર્યક્રમ માં તન મન અને ધનથી સહકાર આપવો એ આપડા સૌની સહિયારી જવાબદારી અને નૈતિક ફરજ છે આ કાર્યક્રમમાં કોઈ પણ માહિતી મેળવવા માટે 7574885747 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
મોરબી તાલુકાના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું -૧૦૦% પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે.
જેથી સિંચાઇ યોજનાના નીચાણવાસ માં આવતા ગામો મોરબી તાલુકાના ગામો જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ) રાપર, માળિયા...
ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધીમાં https://khelmahakumbh.gujarat.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી અલગ- અલગ વયજૂથમાં વિવિધ ૩૯...