મોરબી: શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી તથા શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ – રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી પુનર્વસન કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી કેમ્પસમાં તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 40 દર્દીઓના પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) કરાયા હતા. અને તેમાં દરેક દર્દીઓ ને તેમના ફેફસાની કેપેસિટી અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પમાં શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ – રાજકોટના સ્ટાફ તથા MPT વિદ્યાર્થીઓએ દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટે ભાગ લીધો હતો. તેમ જ મોરબી સિવિલ હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગના ડૉ. હાર્દિક રાવલ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગદાન આપ્યું હતું.
આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સારવાર અને માર્ગદર્શન સિલિકોસિસ પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા રહે. આંદરણા તા.જી.મોરબી વાળો ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ, અદાણી સી.એન.જી પંપ પાસે આવેલ પોતાના કબ્જા...
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબીમાં સાયબર ફ્રોડ કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સંજયભાઇ ખેંગારભાઇ...