Friday, May 2, 2025

મોરબી પંથકમાં ત્રણ વર્ષ પહેલા બનેલ પોક્સોના ગુન્હાના આરોપીને આજીવન કેદની સજા કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સગીરવયની માનસીક અસ્થિર દીકરી સાથે બનેલ દુષ્કર્મ/ પોક્સોના ચકચારી ગુનાના આરોપીને તાત્કાલીક અસરથી પકડી મજબૂત પુરાવાઓ એકત્રીત કરી સમયમર્યાદામાં ચાર્જશીટ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવી ફરીયાદીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ન્યાય અપાવવામાં આવ્યો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022 મા 15 વર્ષની સગીરવયની માનસિક અસ્થિર દિકરી ગામમાં આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયેલ હતી ત્યારે આરોપીએ તેને દુકાનમાં બોલાવી દુકાનનુ શટ્ટર અંદરથી બંધ કરી તેણીની ઇચ્છા મરજી વિરુધ્ધ બળજબરીથી બે વખત શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરી ગંભીર પ્રવેશ જાતીય હુમલો કરી જો આ વાતને કોઇને જાણ કરીશ તો તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અસ્થીર સગીર દીકરીને ૧૯ અઠવાડીયાનો ગર્ભ રાખી દઇ ગુનો આચરેલ હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરેલ હોય.

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સપેકટરએ આ ગુનાના આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી તેની આગવીઢબે પુછપરછ કરી તેના વિરુધ્ધ સચોટ પુરાવાઓ એકત્રીત કરી સમયમર્યાદામાં સ્પેશીયલ પોક્સો કોર્ટમાં નામદાર એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સરકારી વકીલએ કુલ-૪૪ જેટલા પુરાવાઓ રજુ કરતા નામદાર એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજનાઓની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખી આ ગુનાના આરોપીને આજીવન એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદની સજા અને રૂપીયા ૨૦,૦૦૦/- દંડ કરેલ છે. તેમજ ભોગ બનનારને રૂપીયા ૪,૦૦,૦૦૦/- તથા આરોપી જે દંડની રકમ રૂ.૮૫,૦૦૦/- ભરે તે મળી કુલ.રૂ.૪,૮૫,૦૦૦/- વળતર પેટે આપવાનો હુકમ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર