હળવદ ટાઉનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ; એક ઈસમની ધરપકડ
હળવદ ટાઉનમા થયેલ ઘરફોડ ચોરીમાં રૂ. ૧.૪૪ લાખના દાગીનાની ચોરી કરનાર ચીખલીગર ગેંગના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. હજું બે ઈસમોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
હળવદ ટાઉનમા થયેલ ચોરી જામનગરની ગેંગ દ્વારા ચોરી કરાઈ હોવાની બાતમી મળતા હળવદ પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની જામનગર વાળાને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીની પૂછતાછમાં ચોરીના આ બનાવમાં આરોપી શેરસિંહ રણજીતસિંહ ખીરચી અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે.ભરૂચ વાળાની સંડોવણી કબુલતા બન્નેને ફરાર દર્શાવી આગળ તપાસ હાથ ધરી છે.