મોરબી બાર એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક
મોરબી જિલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, કોળી સમાજના આગેવાન અને મોરબી જિલ્લાના વરીષ્ઠ વકીલ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતાં મોરબી જિલ્લાના વકીલ મંડળ ના તમામ હોદ્દેદારો અને સિનિયર તથા જુનિયર વકીલઓ અને તમામ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો અને પોલીસ મિત્રો દ્વારા ખૂબ સારી શુભકામનાઓ પાઠવવામાં આવી છે
તેમજ કોળી સમાજમાં એક જ પરિવારમાંથી બે બે વ્યક્તિઓ એટલેકે તેમના પુત્રવધુ પૂનમ બેન ની પણ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ હોય એવી આ પ્રથમ ઘટના છે. આથી કોળી સમાજ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યો છે. સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા દ્વારા પણ દિલીપભાઈ અગેચાણીયા ને વ્યક્તિગત રૂપે શુભેચ્છા પાઠવવામાં આવી. દિલીપ ભાઈ અગેચાણીયા હાલ માં મોરબી જિલ્લા પંચાયત સહિત અનેક સંસ્થાઓ માં અને લારસન એન્ડ ટર્બો તથા આર સી ઇન્ડસ્ટ્રીઝ (સોલાર) જેવી મોટી કંપનીઓ માં ચીફ લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે .