માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ આગામી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...