મોરબીમાં ગીચ વિસ્તારમાં ઉભા કરેલ મોબાઇલના ટાવર કાઢવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરના ગીચ વિસ્તાર ગૌરાંગ શેરી, પારેખ શેરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિમા એપાર્ટમેન્ટમાં ટાવર ઉભું કરેલ છે તે ટાવર કાઢવા સામાજિક કાર્યકરોએ મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નર ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગૌરાંગ શેરી, પારેખ શેરીની અંદર ગેર કાયદેસર રીતે પ્રતિમાં એપાર્ટમેન્ટમાં ટાવર ઉભુ કરેલ છે. તો આ ટાવર કોની મંજુરી થી અને કોના કહેવાથી ઉભુ કરેલ છે અને કયા અધિકારી અને કઈ કચેરીએ મંજુરી આપેલ છે. તેની તમામ માહીતી આપવામાં આવે.
તેમજ આ પ્રતિમા એપાર્ટમેન્ટમાં સી.સી.ટી.વી. કેમેરા નથી અને ફાયરની સુવિધા પણ નથી તો ફાયરની દુઘર્ટના બને તે ફાયર ગાડી આવી શકે તેમ નથી તો આવા બનાવ બને તો આની જવાબદારી કોની અને આ મોબાઇલ ટાવર થી થતા નુકશાન જેમ કે ગર્ભવતી મહીલા પશુ-પંખીને અને વૃધ્ધ લોકોને જે ગંભીર અસર થયા તો તેની જવાબદારી કોની અને મોરબી મહાનગરપાલીકાનું ટેકસ પણ આ પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળા અને દલીચંદે ભરેલ નથી તો આ પ્રતિમાં એપાર્ટમેન્ટ વાળાને આ ટાવર તાત્કાલીક કાઢવા આદેશ કરે અને એક ટાવરનું ભાડુ રૂા. ૪૦,૦૦૦/- ચાલીસ હજાર લીયે છે તોઆવા બે ટાવર છે. તે આ પ્રતિમાં એપાર્ટમેન્ટ ના મોબાઇલના ટાવર ના માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરી છે.