Thursday, May 1, 2025

મોરબી મહાપાલિકા દ્વારા 24 ખાલી પડેલ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરી લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સ્વેચ્છીક/રદ થઇને ખાલી પડેલ ૨૪ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને મહાનગરપાલિકાના નોટીસ બોર્ડ પર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઇટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે.

મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૨૪ આવાસ સ્વેચ્છીક/રદ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે. જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે તેવા તમામ લાભાર્થીઓને તા. ૩૦/૦૪/૨૦૨૫ ને બુધવાર કચેરીના કામકાજના સમયે મોરબી મહાનગરપાલિકા કચેરીનાં કોમ્યુનીટી હોલ સરદાર બાગ પાસે બ્રહ્મકુમારી હોલની બાજુમાં, મોરબી ખાતે રૂબરૂ આવીને ડોક્યુમેન્ટની નકલ જમા કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

આ વેઈટીંગ લીસ્ટ ૨૪ આવાસો માટે જ ઓપરેટ કરવાનું હોઈ જેથી કચેરી દ્વારા ખાલી પડેલ મકાનો સામે બે ગણા લાભાર્થીઓને આવકારેલ છે પરંતુ યોજનાલક્ષી તમામ ડોક્યુમેન્ટ રજુ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ નામાવલી પૈકીના પ્રથમ 24 લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમોનુંસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર