હળવદના જુના દેવળીયા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા પટેલ રહે. જુના દેવળીયા તા.હળવદ વાળાએ જુના દેવળીયા ગામની સીમમાં હળવદ હાઇવે ઉપર આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ. ૧,૨૧.૧૪૦/- તથા બીયર ટીન નંગ-૭૪૪ કિ.રૂ. ૭૪,૪૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ કબજે કી હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.