ટંકારાના લજાઈ ગામે ભાડા કરાર પોલીસ મથકમાં જમા નહીં કરાવનાર દુકાન માલિક સામે કાર્યવાહી
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ હડમતીયા રોડ ઉપર શીવ કોમ્પ્લેક્ષમા આવેલ દુકાન નં -૦૩ થી ૦૬ ભાડે આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવનાર દુકાન માલિક સામે ટંકારા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ મોરબી જીલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા અનુસંધાને તપાસમાં હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ હડમતીયા રોડ ઉપર શીવ કોમ્પ્લેક્ષમા આવેલ દુકાન નં -૦૩ થી ૦૬ માં ENJOY LIFE SPA ની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે સ્પાની આ દુકાનોનો માલિક ગુલામહુશેન ઉર્ફે રાજુભાઇ સુમરા (ઉ.વ.૪૯) રહે. વજેપર શેરી નં -૧૨ મોરબીવાળાએ ENJOY LIFE SPAના સંચાલકને દુકાન ભાડે આપી તેનો ભાડા કરાર ટંકારા પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોવાથી દુકાન માલિક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.