મોરબીમાં સીગ્નેચર વેલ્નેશ સ્પાના માલીક વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં આદ્યાશક્તિ ચેમ્બર -૦૨ ના ત્રીજા માળે આવેલ સીગ્નેચર વેલ્નેશ સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બધલ સ્પા માલિક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા જીલ્લા મેજિસ્ટ્રેટના પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત અલગ અલગ સ્પા પાર્લર ચેકીંગની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં આદ્યાશક્તિ ચેમ્બર -૦૨ ના ત્રીજા માળે આવેલ સીગ્નેચર વેલ્નેશ સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સીગ્નેચર વેલ્નેશ સ્પાના માલિક પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) રહે. લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા, મોરબી તાલુકા પોલીસે ઉપરોક્ત સ્પા સંચાલક આરોપી સામે બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.