શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી બાળકોની સાથે વાલીઓ પણ ભાવવિભોર બની ગયા હતા. શાળાના મદદનીશ શિક્ષિકા બેન પૂજાબેન ચાંચડિયા દ્વારા ધોરણ 5 ના બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે વર્ષ 2024 ની ધોરણ 5 માં આવતી cet (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) માં ધોરણ 5 ના તમામ બાળકો પાસ થઈ મેરિટમાં આવ્યા હોઈ શાળા પરિવાર વતી તમામ બાળકોને ફોલ્ડર ફાઇલ સાથે પેન ભેટ સ્વરૂપે આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં બાળકોને પફનો નાસ્તો કરાવ્યો હતો તથા વાલી રાજેશભાઈ કલોલા દ્વારા હાજર તમામ ને ઠંડુ પીવડાવ્યું હતું.
આ તકે કાર્યક્રમને સફળ બનાવનાર smc અધ્યક્ષ કાંતિલાલ આદ્રોજા તથા તમામ smc સભ્યો, પધારેલ વાલીગણ માતા બહેનોનો શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી તથા શિક્ષિકા બેન પૂજાબેન ચાંચડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે.