મોરબીના શનાળા રોડ પર કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં દિવસે ને દિવસે દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા વાળી કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી શેરી નં -૦૨ મા આરોપીના કબ્જા ભોગવટા વાળી સુઝુકી ઝેન એસ્ટીલો કાર રજીસ્ટર નં.GJ-03 -CR-4616 વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૯૦૦૦ તથા બીયર ટીન નંગ -૩૬ કિં રૂ. ૪૫૦૦ તથા કાર કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૧૩,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી મનિષ ઉર્ફે પેંગો જયકિશનભાઈ અનાવડીયા (ઉ.વ.૨૫) રહે. મોરબી માર્કેટ યાર્ડ મુળ રહે. સુરેન્દ્રનગરવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા આરોપીએ ઉદયભાઈ કાઠી રહે. થાન જી. સુરેન્દ્રનગરવાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.