હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના ચરાડવા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂપીયા- ૪૬,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને સયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ચરાડવા ગામની સીમ મહાકાળી આશ્રમની સામે ખરાબામાં લીંબડાના છાયડા નીચે અમુક ઇસમો ગંજીપતાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૪ ઇસમો યુવરાજસિંહ ભીખુભા ઝાલા રહે. રણછોડરાય મંદિર પાસે ચરાડવાગામ તા. હળવદ, લવજીભાઇ નાથાભાઇ ગોહિલ રહે. જુની કે.ટી. મીલપાસે ચરાડવા તા. હળવદ, મનસુખભાઇ જીવાભાઇ સોલંકી રહે. ચરાડવાગામ તા. હળવદ, બાબુલાલ પંજાભાઇ પરમાર રહે.આંદરણા ગામ તા.જી.મોરબી વાળાને રોકડા રૂ. ૪૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.