14 વર્ષથી નાના બાળકોને કામે રાખવા તથા 14 થી 18 વર્ષના કિશોરને જોખમી વ્યવસાયોમાં કામે રાખવા પર પ્રતિબંધ
કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી
બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઇ પણ પ્રકારના કામ અને પ્રક્રિયાઓમાં રાખવા પર પ્રતિબંધ મૂકે છે અને જોખમી વ્યવસાયો અને પ્રક્રિયાઓમાં કિશોરોને (૧૪ થી ૧૮ વર્ષ) રાખવા પર પ્રતિબંધ મૂકે છે.
આ કાયદાના ઉલ્લંઘન બદલ ૬ મહિનાથી ઓછી ન હોય તેવી, વધુમાં વધુ ૨ વર્ષ કેદની સજા અથવા રૂા ૨૦,૦૦૦/- થી ઓછો નહી તેટલો અને વધુમાં વધુ રૂા ૧,૦૦,૦૦૦/-સુધીનો દંડ અથવા બંનેની જોગવાઇ કરેલી છે. આ અધિનિયમની ભંગ અંગે ફરિયાદ માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર સંપર્ક કરવા મોરબી મદદનીશ શ્રમ આયુક્ત જે.આર. જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.