મોરબીના કન્યા છાત્રાલય રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આશાપાર્ક સોસાયટીની પાછળ રાધાપાર્ક -૨ બ્લોક નં -૦૩મા આધેડના ઘર સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આશાપાર્ક સોસાયટીની પાછળ રાધાપાર્ક -૨ બ્લોક નં -૦૩મા રહેતા અમિતભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનું હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-11-N-7009 વાળુ જે સને ૨૦૦૧ ના મોડલનુ કાળા કલરનુ મોટર સાયકલ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ ફરીયાદીએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.