ગુજરાત વિજ્ઞાન પ્રવાહના પરિણામમા 99.78 પર્સેન્ટાઇલ મેળવી કાવઠીયા નંદનીબેને પરિવારનુ ગૌરવ વધાર્યું
મોરબી તાલુકાના બેલા(રં) ગામના વતની હાલ મોરબી રહેતા કાવઠીયા નંદની ધર્મેન્દ્રભાઇએ ગયકાલે જાહેર થયેલ ગુજરાત બોર્ડ વિજ્ઞાનપ્રવાહના પરિણામમા કુલ 650 ગુણમાંથી 604 ગુણ મેળવી 99.78 પર્સેન્ટાઈલ તથા ગુજકેટ ના પરિણામમાં કુલ 120 ગુણમાંથી 108.75 ગુણ મેળવી 99.46 પર્સેન્ટાઈલ તથા જીવવિજ્ઞાનમા કુલ 100માથી 100 ગુણ મેળવી સમગ્ર કાવઠીયા પરિવારનું નામ રોશન કર્યું છે. તેમજ સાયન્સના વિષયમાં કુલ ગુણ 300 માથી 291 ગુણ મેળવી પર્સેન્ટાઈલ 99.90 મેળવેલ છે.
જે બદલ સમગ્ર કાવઠીયા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આ તકે સમસ્ત પરિવાર દ્વારા નંદની કાવઠીયાને ખૂબ.. ખૂબ.. શુભેચ્છાઓ પાઠવી છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ ના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.