મોરબીના ગાંધી ચોકમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબીના ગાંધી ચોકમાં આરોપી સાહેદ સાથે વાત કરતા હોય ત્યારે યુવકે સાહેદને બોલાવતા સારૂ નહી લાગતા આરોપીએ યુવકને ગાળો આપી છરી વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ -૩૬૫મા રહેતા હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ.૨૮) એ આરોપી જીગ્નેશ બોરીચા રહે. લીલાપર રોડ બોરીચાવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાહેદ સાથે વાત કરતા હોય અને ફરિયાદીએ સાહેદને બોલાવતા સારૂ નહિ લાગતા જેમ-ફાવે તેમ ગાળો આપવા લાગતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા એક-દમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પેટના ભાગે છરી મારી ઇજા કરી અને ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.