મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ અને 72.55 ટકા સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં ધોરણ 10માં મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું છે.
મોરબી જિલ્લામાંથી કૂલ 12,128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 10,767 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી જિલ્લાના પરિણામની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.79% અને હળવદના ચરાડવા કેન્દ્રનું સૌથી ઓછુ 81.84% પરિણામ આવ્યું છે.
મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ...
મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ...