Friday, May 9, 2025

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક મોરબી દ્વારા વસુલાતા નો-ડયુ ચાર્જ અંગે કલેકટરને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે તે યોગ્ય કરવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત કરી ખેડૂતોને હિતાર્થે ઘટીત કાર્યવાહી કરવા માંગ કરી.

મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં કોઈ પણ ખેડુતોને બેંક કે સરકારી – અર્ધસરકારી કચેરીમાં ખેતી વિષયક કોઈ પણ પ્રકારનું કામ હોય તો ૭/૧૨, ૮-અ ની સાથે નો-ડયુ સર્ટીફીકેટ રજુ કરવું ફરજીયાત છે. આ નો-ડયુ સર્ટીફીકેટ કઢાવવા માટે જે તે બેંકમાં જવું પડે છે. જેમાં અમુક બેંકો દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ નો-ડયુ સર્ટીફીકેટ આપવામાં આવે છે. જયારે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી. એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા પહેલા રૂ।.૧૦/- વસુલવામાં આવતા અને હાલમાં આ ચાર્જ રૂા.૫૯/- (ઓગણસાંઈઠ) પુરા વસુલવામાં આવે છે.

હાલમાં ખેડુતો પગભર બને અને નાના ખેડુતો શહેર તરફ ન આકર્ષાય તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. ત્યારે બીજી બાજુ માત્ર નો-ડયુ સર્ટીફીકેટ આપવા માટે રકમ વસુલ કરવામાં આવી રહેલ છે. તો શું આ બધુ ખેડુતોને જ સહન કરવું પડે છે જેથી આ રજુઆતને ધ્યાને લઈ ખેડુતોના હિતાર્થે યોગ્ય નિર્ણય લેવા સરપંચ દ્વારા કલેકટર રજૂઆત કરી માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર